Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થયો જન્મ એક આલીશાન ઘરમાં,
છે ઘર શ્રીમંતોની યાદીમાં,
હતું એને એમ કે રાખશે બધાં મને
પોતાની આંખોમાં, થયું પણ એવું જ,
ખુશ હતી એ પોતાનાં નસીબથી,
વિશ્વાસ ન હતો કે આટલા સરસ ઘરમાં જન્મ મળ્યો.
માનતી હતી કે હું મારું ઘર આમ સજાવું, તેમ સજાવું,
ભાંગ્યો વહેમ ત્યારે એનો જ્યારે સાંભળ્યું,
એ તો પારકી થાપણ છે, જશે બીજાનાં ઘરે,
દુઃખી થઈ થોડી આ જાણીને, પણ પછી મનાવી પોતાને,
જઈશ લગ્ન પછી મારા પોતાનાં ઘરમાં,
લગ્ન પછી જાણવા મળ્યું કે એ તો એનું ઘર નહીં સાસરું છે.
બસ, આખી જીંદગી વિચારવામાં ગઈ કે
જયાં જન્મ લીધો એ પિયર,
જયાં લગ્ન કર્યાં એ સાસરું, તો ક્યાં છે મારા ઘરનું અસ્તિત્વ?
પિયરમાં લાડલી દિકરી, સાસરામાં ઘરની વહુ,
ક્યાં છે મારુ સ્વતંત્ર અસ્તિત્વ?
પૂછે છે એ દિકરી, વહુ, માતા - એક સ્ત્રી,
શું બીજાની સાથે જોડાઉં તો જ છે મારૂં અસ્તિત્વ?
- સ્નેહલ જાની


કોઈની લાગણી દુભાઈ તો ક્ષમા.🙏

-- Snehal

https://www.matrubharti.com/bites/111628441

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111629197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now