દિલ સાફ તો દુનિયા સાફ છે,
બાકી તો અગ્નિમાં રાખ છે.
જતુ કરવામાં જે મજા છે,
તે લેવામાં તો રમખાણ છે.
કુદરતનો ભરોષો રાખજે,
નહીંતર અંધશ્રદ્ધાની ખાણ છે.
નિડર નિષ્પક્ષ બની ન્યાય કરજો,
બાકી અન્યાયમાં દુઃખની ડાહ છે.
શબ્દોને જોઈ જોઈ ડગ મંડાવજો,
અઝીઝ અહીં તો મોટી ખાય છે.
ભાટી એન અઝીઝ
18/12/20