ગાલગાગા ગાલગાગા ગાલગા
લાગણીએ મારી લઈ ઓવારણાં,
તોડી નાખ્યા નફરતોના બારણાં.
ભૂલથી ઊગે જો સૂરજ રાતનાં,
તો પડે ખોટી સમયની ધારણાં.
જિંદગીના હર પડાવો માણવા,
સાચવ્યા છે દર્દના સંભારણાં.
પ્રેમને આઘાત લાગ્યો સાંભળી,
બદદુઆ ખાતર કર્યા'તા પારણાં.
મોત સામે આવતા ખૂલી ગયા,
જૂઠમાં અક્કડ હતા જે બારણાં.
☞દિલીપ ચાવડા 'દિલુ'