પ્રેમના પાધરે આવી ને પાછા ના જશો,
મારુ દિલ તોડી ને પાછા ના જશો.
રકતની ધારે જુઓ લાલા ગુલાબ ખીલ્યા,
હવે કંટક લગાડી ને પાછા ના જશો.
તનિષ્ક અપેક્ષાઓ રાખીને આવ્યો છું,
કોયલ ટહુકો કરી ને પાછા ના જશો.
આપના આંગણે આશન લગાવી બેઠો છું,
ડેલી દરવાજો બંધ કરી ને પાછા ના જશો.
કડકડતી ઠંડીમાંય રાધા શ્યામને ભજું,
અઝીઝના અરમાનો તોડી ને પાછા ના જશો.
ભાટી એન "અઝીઝ"