હૈયે અહીં સંતોષ રાખી શકે,
સુખના સરનામે પહોંચી શકે.
થઈ જશે બધું વિચાર નકામો,
ખુદ જો વળગે તો પામી શકે.
હોય મનની ઉદારતા અઢળક,
ઓછપમાંયે ઘણું વહેંચી શકે.
જન્મદાતા માણસ હોય પછી,
સંતાન કાજે ભારણ ખેંચી શકે.
ખીલીને પછી ખરવાનું સમજે,
ચોક્કસપણે પછી મહેંકી શકે.
"નીલ"