Gujarati Quote in Poem by Jainish Dudhat JD

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કળયુગની વ્યથા

ગુણ, સ્વભાવ, કાબેલિયત,  આજ બાજુએ મુકાય ગયા,
રૂપ અને રૂપિયાનાં ભંડોળ જોઈ ને જ સંબંધો સ્થપાઈ ગયા..

ચમકતાં ચહેરાનાં સાથીની, આધુનિકાઓની ઘેલછા કામ કરી ગઈ,
ડહાપણ, સમજદારી, આત્મનિર્ભરતા ભર્યા યુવાનોને પાછળ ઠેલતી ગઈ..

કદ, કાઠી જોઈ યુવાનોના.. યુવતીઓના નખરાં હદ વટાવી ગયા,
નાની એકાદી અમથી ઓછપમાં હા ના જવાબ ના માં ફેરવાય ગયા..

સ્વયં હોય જાણે કોઈ અપ્સરા કે પરી એવા મદમાં એ રાચી રહી,
સર્વગુણ સંપન્ન જીવનસાથીની તલાશમાં, મળ્યું એય ગુમાવી બેઠી..

મિલકત, જર ઝવેરાત જમીનને શોધતી નજરો એટલી ઝાંખી થઈ,
કે સુંદર સીધા-સાદા, ભણ્યાં-ગણ્યાં યુવાનોનેય નકારી ગઈ..


લેખક:- "સરળ"

Gujarati Poem by Jainish Dudhat JD : 111629157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now