મેં કરી કોશિશ છતાં ફાવ્યો નહીં,
રંગ તારી મેંદીમાં આવ્યો નહીં !
એય ઊગી નીકળે છે હાય ! હાય !
છોડવો જે કોઈએ વાવ્યો નહીં !
એક ભમરો ફૂલને તોડી ગયો
ને મજા ! માળીએ અટકાવ્યો નહીં !
નર્કમાં આવ્યાથી મોટું દર્દ છે -
સાથમાં હું કોઈને લાવ્યો નહીં !
હાથમાં આ મારા જે મોટો થયો,
એય મારા હાથમાં આવ્યો નહીં !
લાવ સાકી ! જામમાં બીજું કશું,
પ્રેમનો આ રસ મને ભાવ્યો નહીં !
ચૂંદડી તારી કફનમાં જોઈને,
કોઈએ 'અલ્પા'ને દફનાવ્યો નહીં !
- અલ્પેશ કળસરિયા