જન્મદિન મુબારક ક્રિશા.;
___________________
બબલી માસી એ યાદ કરી તુજને,અને તું જમીન પર અવતરી છે,
જન્મદિન આપુ એ પહેલાં તારી કોઈ પરી ની દુનિયા રહી છે.
ચંદ્રમા નું ઘર ખરીદી મારે તેના ઉપર સૂર્ય ની છત કરવી છે,
તારાં ઓ ની ચાદર ખરીદી મારે તુજ ને ભેટ કરવી છે.
આસમાન નાં વૃક્ષ ઉપર એક અજોડ હીંચકો બનાવી,
પવન ની લહેર ઉપર મારે તને ખૂબ હિચકવી છે.
ધરતી ને નાવ બનાવી, સમંદર નાં મોજાં પર લહેરાતી,
જન્મ દિવસે ક્રીશા ને ,સપના ઓ માં મોજ કરતી જોવી છે.
જન્મ દિવસ મુબારક તને, તુજ ને પરી ઓ ના રથ માં બેસી,
મન ગમતી પાંખો ફેલાવી ,દુનિયા ની સફર કરતી જોવી છે.