Gujarati Quote in Poem by Prem Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"નથી મળતો"

નિભાવી જાય જે સાથ જિંદગીભર,
એવો કોઈ સાથી નથી મળતો,

મળે તો છે ઘણા મિત્રો જિંદગી માં,
મિત્ર કોઈ જાનવર જેવો વફાદાર નથી મળતો,
ધર્મ મઝહબ નાત જાત થી બીમાર માણસ ઘણાં મળે છે,
માણસાઈ વસ્તી હોય હૃદય માં જેના,
એવો સાચો કોઈ માણસ નથી મળતો,

કરવાથી મંદિર માં દાન લાખો ના,
મિત્રો કંઈ ભગવાન નથી મળતો,

બેઈમાની થી જ કમાય છે લાખો ઘણાં,
ઈમાનદારી નો કોઈની પાસે રૂપિયો નથી મળતો,

મતલબ થી જ નિભાવતાં હોય છે સંબંધ ઘણાં,
બેમતલબ ટક્યો હોય એવો કોઈ સંબંધ નથી મળતો,

આવે જો દુઃખ જીવન માં,
તો એ દુઃખ સામે લડતા શીખો,
દુઃખ વગર જેણે સુખ મેળવ્યું હોય,
જગત માં કોઈ એવો સુખી માણસ નથી મળતો,

પ્રેમ સોલંકી...

Gujarati Poem by Prem Solanki : 111628952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now