છે તું એકલી ખુબસુરત તો હુ શુ કરું,
છે તું હસીનાઓ થી હસી હું શું કરું,
તારી આ માદક અદાઓ કરે પાગલ,
તું મને આમ લલચાવે તો હું શું કરું,
તારો પ્રેમી તો હું જ છું અને રહીશ,
બીજાઓ કાવતરાં કરે તો હું શું કરું,
તારી આંખો માં પ્યાર નો અનહદ નશો,
એમાં જો હું જાઉં બહેકી તો હું શું કરું,
બધાં સંબંધો ભૂલાવી તું મને ચાહે છે,
હું પણ તારો રસિયો છું હું શું કરું,
તારી ચાહતમાં હવે ડુબી ગયો છું હું,
તને કિનારો ના મળે તો હું શું કરું.