આપણે તો અહીં જ રહેવાનાં
તને છોડીને બીજે ક્યાં જવાનાં
એક દિવસ આવશે અજાણ્યું તેડું
અનંત સફરે ઉપડી જવાના
અહીં છીએ તો કરીએ મોજ મજા
સાથે ક્યાં કશુ સાથે લ ઈ જવાના
લડાઈ ઝઘડા થી શું વળે મિત્રો
અમે ક્યાં એ બધું સ્વિકારવા નાં
પ્રેમ પણ તું જ નફરત પણ તારી જ
અમે હસતાં હસતાં સહી જવાનાં
જીંદગી ના હવે થોડાં જ વર્ષો છે બાકી
તારી યાદોમાં એ જીવી જવાનાં