જીવી બતાવને "
રાતે ઉગેલા સ્વપ્નને જીવી બતાવને
બસ તારલાની જેમ તું ચમકી બતાવને.
આખા મલકમાં રાતનો અંધાર છે છતાં,
દીપક બની ને તું હવે કેડી બતાવને.
પાનો ચડાવી વાતને વધારતો
રહે,
પડદો તું એના નામનો પાડી બતાવને..
સપનું તૂટેલી રાતનું કેવું
રડાવતું,
બાળકની જેમ એ બધું ભૂલી બતાવને..
શબ્દો રૂપી આ લેખની તું હાથમાં લઈ,
કરુણા ને સત્ય,પ્રેમને દોરી બતાવને..
-હર્ષિદા દીપક