ધૂણ જબરી હો
એવું ધુણે એવું ધુણે
ભલી ,ગોમ આખું માથે લે
કોઈ પૂછે તો કે,.
હું જોગણી છું
સિકોંતર છું
ઝાપડી છું
વંતરી છું
ઝૉપા વાડી માતા છું.
અલી સાચું બોલ
તો કે
મેલડી
કાળકા
ચેહર
વહાણવટી
છું
તો અહિ શું લેવા આવી
તો કે એમજ મન થઈ ગ્યું!
લે બોલ ભોગ આપું
ઍક જાટકે જતી હોય તો?
તો કે
કોરો ગરબો કાડો
ધૂપ નૈવેદ્ય કરો
પછી એ
બિજુય માગે
કેશરિયો કૂકડો
ને કાળી કૂકડીના કલેજી નો હોમ હવન.
સાલું બધુંય કર્યું
તોય એનાં ચેનાં ચરિતન
ઓછાં નથી થતાં
બધાય થાક્યા...
ભૂવો ય પણ.
"અતીત"