Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌻

સવાલ છે?


ગામને ગાંધીનગર જેવું બનાવું એક સંકલ્પ છે
રોજ થોડાં પાંદડે ફૂલો સજાવું એક સંકલ્પ છે

આજનાં તાજા સમાચારો સમાપ્ત છે હવે આપણે
"બે નહીં બેથી વધારે વૃક્ષ વાવું" એક સંકલ્પ છે

જાળવી તૈયાર મોસમ, માંડવે આકાશ મોતી ભરે
પ્રેમ ધરતી બાગનો ખોળો સજાવું એક સંકલ્પ છે

એ જ કાદવ પર કમળનું પોયણું લાગે, પછી પ્રભુની
એ કમળ આંખો, કહે આવો લખાવું એક સંકલ્પ છે

હંસ, આ વાતાવરણ કેવું? સરોવર ધામ વરસાદ છે!
ધામ,ઝરણાં વાળતો પર્વત બનાવું એક સંકલ્પ છે

જીવ કેવા આવરણમાં આવતો-જાતો હશે ઓરથી?
સંકલ્પનાં જન્મની સાથે જણાવું એક સંકલ્પ છે



જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૭/૧૨/૨૦૨૦ ગુરુવાર

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111628591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now