ગુલાબ ગોટા જેવો ચહેરો લઈ ફરો છો,ભારી કરો છો,
સૂરજમુખી સામે હરીફાઈ કરો છો, ભારી કરો છો.
મેકઅપ કરી સોળે શણગાર અધધ ખર્ચ કરો છો,
ચહેરાને ઓંજલમાં રાખી ફરો છો, ભારી કરો છો.
રૂપ જોબન લુંબો જૂંબો અડાબીડ ખીલ્યું છે,
પાનખર ની વાતો કરતા ફરો છો, ભારી કરો છો.
પ્રેમ, મહોબતની ઉઘાડે છોગ ગઝલ બોલો છો,
ચહેરા સામું જોતા ડોરા કાઢતા ફરો છો, ભારી કરો છો.
કુદરતે આપી ઓજસ્વિતા વાળી અનમોલ કાયા, !?
લવર મુછીયા ને તાળી દેતા ફરો છો, ભારી કરો છો.
દિલ તમારું ખાલી ખમ તોય સ્નેહ ના પાણી ભરો છો,
અઝીઝ દોસ્તોને ચપ્પલ ઘસતા કરો છો, ભારી કરો છો.
◆ભાટી એન અઝીઝ