મેં ક્યાં કોઈ નું કશું બગાડ્યું હતું
જીવતર પણ મસ્ત જીવવું હતું
મળી જાય છે દુશ્મનો એમ જ
મારે ક્યાં દુશ્મન બનવું હતું
હવે તો આપણા જ વેરી થાય અંહીં
દોસ્તી નું તો બસ બહાનું હતું
વિશ્વાસ પણ કરવો પડે છે અહીં
મારે તો બસ છેતરાવું જ હતું
લાગણીઓ ને બીજું સમજી બેસે છે
મારે તો એમાં ફસાવું જ હતું
પ્રેમ તો પ્રેમ જ હોય વહાલાઓ
હવે એનાં થી ક્યાં દુર ભાગવુ હતું.