Why I like Chandrakant Bakshi?
હુ મેટ્રિક સુધી લગભગ દિશા શૂન્ય હતો, પણ મારે બિઝનેસમા જવુ હતું અને કિસ્મતમાં ચંદ્રકાંત બક્ષી થવાનું લખાયુ હતું. હુ અનુભવથી એક વાત શીખ્યો છુ.
જિંદગીમાં બહુ દુર સુધીનું આયોજન કરવું નહી. સંજોગો પર આપણો અંકુશ નથી. 'પડશે એવા દેવાશે' ની ફિલસુફી ઘણી વાર માણસને નિરાંત આપે છે. જે થાય છે એ સારા માટે જ થાય છે એવો સંતોષ રાખવો જોઇએ, નહી તો માણસ બળો-પ્રતિબળો, તનાવ-પ્રતિતનાવમાં એટલો બધો ખેંચાઇને છિન્નભિન્ન થઇ જાય છે કે તદન સામાન્ય સ્થિતિનો સામનો કરવા સમર્થ રહેતો નથી. અને શતરંજના બોર્ડ પર આપણું છેલ્લું પ્યાદું જીવતું હોય ત્યાં સુધી હાર કબુલવી નહી. શ્રેષ્ઠ ની આશા રાખવી અને કનિષ્ઠ ની તૈયારી રાખવી.
જીવન એક યુદ્ધ છે. અને યુદ્ધ જીતવાનો નિયમ બોક્સિંગ રિંગનો છે. બોક્સિંગમા જે મારે છે તે જીતતો નથી, જે વધારે માર ખાઇ શકે છે એ જીતે છે, જે નથી તુટતો એ જીતે છે, જે પછડાઇ ગયા પછી ફરીથી ઉભો થઇને મારે છે તે જીતે છે. જે દાંતમાં આવેલું ખુન થુકીને મારવા ઉભો થાય છે એ જીતે છે. જે છ મહીના પછી લડવા પાછો આવે છે એ જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહીના સુધી હારતા રહેવાનું જકકીપણુ હોય એ જીતે છે.
-- ચંદ્રકાંત બક્ષી
બક્ષીનામા- આત્મકથા
(મિત્ર નરેશ શાહ( લેખક પત્રકાર એ sent કરેલ )