For you only 💖💖
ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે,
સમય ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.
કરીએ દિલની વાતો એવા સ્વજનો,
ચુપ થતા જાય છે, ગુમ થતા જાય છે.
શ્વાસથી યે નિકટ જે હતા હાલપયૅંત,
આંખથી ધીમે ધીમે ઓઝલ થતા જાય છે.
ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ હોંશે હોંશે,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે.
કોણ જાણે કયો શ્રાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.
જે ઘરોમાં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા દેખાય છે.
વડીલો કહે છે એ સાવ સાચું કે...
હવે,
સ્થાન હળવાશના ઓછા થતા જાય છે.
*꧁ વર્તમાન વાસ્તવિકતા *...
-paresh patel