Gujarati Quote in Good Morning by Anu

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા,
ને અભરે ભરાઈ ગયાં આભલાં
અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળનાં ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે ને એમ
દિવસો ગણીએ કે હવે કેટલા ?
તમે દીધાં સંભારણાના પરદા ઊંચકાય નહીં
લોચનમાં થાક હતા એટલા.
અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

--અનિલ જોશી

Gujarati Good Morning by Anu : 111628163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now