"સજની વાત કરીએ થોડી"
અંધારી રાત છે ને ચાંદ પણ નથી ,
આવ ને સજની વાત કરીએ થોડી,
સૂઈ રહ્યા છે જાને સર્વે નગર વાસી,
જાગતું નથી કદાચ હવે કોઈ બાકી ,
આવ ને સજની વાત કરીએ થોડી.
જો ને તળાવ ની પાળે મંદિર છે અતિ પ્યારું ,
દર્શન કરવા ને બ્હાને જો તું આવે તો સજની ,
વાત કરીએ થોડી સજની વાત કરીએ થોડી.
નિર્મલ છે નદીને પાની પણ ખૂબ ઝાઝું ,
કપડા ધોવા ને બ્હાને જો તું આવે તો સજની ,
વાત કરીએ થોડી સજની વાત કરીએ થોડી.
છે સીમ ને ખેતર વાડીઓ પણ છે જાજી,
ભાત દેવા બ્હાને જો તું આવે તો સજની ,
વાત કરીએ થોડી, સજની વાત કરીએ થોડી.
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}