ખોવાઈ ગયું એ નિર્દોષ હાસ્ય, આજનાં બાળકોમાં;
ફસાઈ ગયું એ બાળપણ, ટેક્નોલોજીની જાળમાં.
વિસરાઈ ગઈ એ નિર્દોષ રમતો, આજનાં બાળકોમાં;
બંધાઈ ગઈ એ મસ્તી, મોબાઈલની માયામાં.
બદલાઈ ગઈ એ વિચારશક્તિ, આજનાં બાળકોમાં;
દબાઈ ગઈ એ બાળસાહજવૃત્તિ, ભણતરના ભારમાં.
ગુસ્સો, ક્રોધ ને વેરભાવના, આજનાં બાળકોમાં;
દેખાઈ રહી છે મહદઅંશે, અયોગ્ય ઉછેરમાં.
સંચરવા દ્યો એ નિર્દોષતા, આજનાં બાળકોમાં;
ખીલવા દ્યો એ ફૂલને, પરિવારનાં પ્રેમમાં.
કહેવું છે બસ આ "લાડુ" ને એટલુંજ, આજનાં માઁ-બાપને;
પોતાની સગવડતા ખાતર, નાં છીનવો બાળપણ બાળકનું!
©✍️- ખ્યાતિ સોની "લાડુ"