વેળા વિનાના જે વરસી પડે,એ બધાં માવઠાં છે.
અણધાર્યા પછી ગરજી પડે, એ બધાં માવઠાં છે.
સોબત કરે જે સ્વાર્થ સુધી, પછી જે પડતાં મૂકે,
આવી ચડે એની મરજી પડે,એ બધાં માવઠાં છે.
રણના રિવાજ રાખે ને તરસ લાગે ખુદને જ્યારે,
જે આજીજી ને અરજી કરે, એ બધાં માવઠાં છે.
જુવાર ઘણી પણ જીગર ન હોય જમાડવા તણું,
વિવાહની પછી જે વરસી કરે,એ બધાં માવઠાં છે.
તલવારો ટીંગાડે દીવાલને "દેવ" પણ જંગ વેળાએ,
કાંધે જેના ઉંઘની બરસી પડે,એ બધાં માવઠાં છે.
:-દેવાયત ભમ્મર