*ભાડાની સાયકલ*
બે પેન્ડલ મારી સમતોલન રાખતા આવડી ગયું,
ભાડાની આ સાયકલમાં.
નીકળી પડ્યો દુનિયાને દેખાડવા વટ પાડવા,
ભાડાની આ સાયકલમાં.
પેંડલ છટક્યું ચેઇન ઉતરતી રહી વારંવાર,
ભાડાની આ સાયકલમાં.
હાથ થયા કાળા કાળા ચેઇન ચડાવી વારંવાર,
ભાડાની આ સાયકલમાં.
વટ ની લાગી ગઈ વાટ હાંસી ઉડાવે જમાત,
ભાડાની આ સાયકલમાં.
યોગેશ વ્યાસ
૧૬.૧૨.૨૦