Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતમાં ભૂલા પડો તોય ભગવાન મળે છે,
ગુર્જર વસુંધરાની અનેરી ઓળખાણ મળે છે.

દ્વારકા, સોમનાથમાં ભક્તિનો સમુદ્ર મળે છે,
ચારધામ, બાર જ્યોતિલિંગનાં દર્શન મળે છે.

મોહન, મોરારી, સરદારની લોખંડી તાકાત મળે છે,
મોદી, શાહની સુશાનનો પરચો ભારતને મળે છે.

રાણીની વાવ, ચાંપાનેરમાં વર્લ્ડ હેરિટેઝ મળે છે,
કલા નયન કોતરણી બેમિશાલ જોવા મળે છે.

ભવનાથ, તરણેતર મેળામાં પ્રેમ ભક્તિ મળે છે,
આભલા ભરેલ છત્રીમાં ઝાલાવાડની ઝાંખી મળે છે.

કચ્છ કાઠિયાવાડમાં ભરવાડ, રબારી મળે છે,
રંગબેરંગી વસ્ત્રોમાં ગોપાલક માલઢોર ચારતા મળે છે.

સોરઠમાં ગીર પંથક અમારો વિશ્વ વિખ્યાત છે,
અઝીઝ સિંહ જંગલમાં વિહરતા જોવા મળે છે.

ભાટી એન અઝીઝ
16/12/20

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111627927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now