*ગઝલઃ ‘યાદ કરજો !’*
*ગણસ્વરૂપ:* _લગાલગા ગાલગાગા લગાલગા ગાલગાગા_
🌻
તને મળે જો સમય તો મને જરા યાદ કરજો !
અને અમારી એ દોસ્તી તમે જરા યાદ કરજો !
હું છું અહીં ને તમે છો હૃદયને સામે કિનારે,
જરુર હમદર્દની હો તો મને જરા સાદ કરજો !
છું બોરડીનું સુમન ને રહું છું કાંટાની વચ્ચે,
પડે જો તકલીફ તને તો મને જરા માફ કરજો !
અરે ! એ મૈત્રીના પ્યારા અમારા સંબંધમાંથી,
જણાય તો મારા ગુસ્સાને પણ જરા બાદ કરજો !
તને જો મળવા હું આવી નહીં શકું તો એ દિલબર !
રડીને એ યાદમાં દિલ તમે જરા સાફ કરજો !
*-- જિતેન્દ્રકુમાર બિ. બિલવાલ*
🌻