સમજણ આપો સાંઈ
અફવા બફવા જાય હવાઈ
જીવતર જીવે ભાઈ
સમજણ આપો સાંઈ.
તરસ્યો આદિમ જીવ અમારો
તરસી જીવ સગાઈ
તરસી છે માછલીઓ સૌએ
તરસી પ્રીત પરાઈ
સમજણ આપો સાંઈ
આખે આખી રાત ઢળી ગઈ
વચ્ચે વચ્ચે વાત ફરી ગઈ
તોયે લાગ્યું વાતવાતમાં,
અર્થપૂર્ણ અધીરાઈ
સમજણ આપો સાંઈ.
વિનુ બામણીયા