ચાઇનીઝ વસ્તુઓ નો બહિષ્કાર.
હસતાં રમતાં પતંગિયા મારા,
પીંજરે પૂરાયા.
બાગમાં ખીલતાં ફૂલડાં મારા
ઘરમાં મૂરઝાયા.
જ્ઞાન -વિજ્ઞાનની વહેતી'તી ધારા,
ઓનલાઈન અટવાયા.
ખુલ્લી હવાનો આનંદ માણતા,
માસ્ક મા વિંટાયા.
ધમધમતી'તી હાટડી મારી,
તાળાકુંચી લાગ્યા.
શરણાઈના સૂર વિસરાયા,
મરશિયા ગવાયા.
લડવું હોયતો આવ સામે,
પીઠ પર ઘા કરાયા.
નહી ભૂલે એક પણ બાળકો મારા,
થાશે સવાયા.
ઓ,ચીન યાદ રાખજે વચન મારા,
સૌના દિલ દુભાયા.
ચાઇનીઝ વસ્તુઓ નો બહિષ્કાર,
એજ અંતરનાદ.
પ઼તીક્ષા બ઼હમભટ્ટ.