એક છોકરી-
એક કવિતા લખી
તેણે તરત જ ફેસબુક પર પોસ્ટ કરી
સાંજ સુધીમાં 380
ને અડધી રાત્રે જોયું તો
લાઈક્સની સંખ્યા 500 વટાવી ચુકી હતી
સપનામાં તેને બે બુકર અને એક નોબેલ પ્રાઈઝ
પણ મળી ગયું !
સવારે તેની નજર એક સખીની કવિતા પર પડી
તે કવિતા 750 લાઇક્સ વટાવી ચુકી હતી !
તે છોકરીએ પોતાની કવિતા
તરત જ ડીલીટ કરી દીધી
ના ચાહ બનાવી, ના ખાખરા ખાધા
ને કૂવો ભરાય એટલું રડી.
- ભરત ત્રિવેદી