*શ્વાસ ઉછવાસ સપનાં અને પાંપણ*
સંધ્યા ખીલી રહી, અભિલાષાની,
સૂરજ ડુબવાને હજુ વાર છે.
કેમ, સળવળવા લાગ્યા સપનાં,
પાંપણ ભેગી થવાને હજુ વાર છે.
અભિલાષાનાં તોરણ, બંધાયા પાંપણે,
પાંપણ બંધ ન થાય,તોરણનો ભાર છે.
ન ડૂબ્યો, વેરી થયો સૂરજ, આંખોમાં સમાયો,
સળગતા સપનાની રાખનો આ ભાર છે.
ઉગમણે ફરી ઉગી, ફંગોળાયેલ અભિલાષા,
શ્વાસ ઉછવાસના મિજાગરા તો જામ છે.
યોગેશ વ્યાસ જામનગર
૧૫.૧૨.૨૦