ગમતી ગઝલ
અંધજનોની વસ્તીમાં છું,
પણ ઈશ્વરની દ્રષ્ટિમાં છું.
સૌ રડતો નિહાળે છે,પણ
હું તો મારી મસ્તીમાં છું.
તું શાને કાણું પાડે છે ??
હું તો તારી કસ્તીમાં છું !!
ભીતર આંટો મારી,જુઓ!
વિસ્તૃત મારી હસ્તીમાં છું.
આખાબોલો માણસ,તેથી
મોંઘો તોયે પસ્તીમાં છું.
'દર્દ' ટંકારવી.