......................ગઝલ.....................
વગડો વ્હોરે જોગી કરવાને નિરાંતે વાસ જી;
સારને દીધો છે છોડી, છોડી સૌં સંસાર જી.
કે કરી છે ભષ્મ સઘળી વાસના ને વ્યાધિને;
'ને બનાવી છે મઢી,આરોગે ફળ આહાર જી.
વાસનાથી પર થઈને સ્થિર થયા આતમમહીં;
શ્વાસમાંહી શબ્દ પ્રોવી સ્થિર કીધા છે શ્વાસ જી.
પાપ ને પ્રપંચ ત્યાગી રટ લગાવો સત ભણી;
શ્વાસની માળા જપો થાશે પછી પ્રકાશ જી.
તોડો બેડી માયા કેરી , મોહ મેલો માળવે;
ઈંગ્લા પિંગ્લા એક કરો,નોખો છે ત્યાં વે'વાર
જી.
ટેક સૂક્ષમ વાટ ત્યાંની,જાય જે તે અમિ પીવે;
જે જે નર આવું કરે, માણે ઈ તો મલ્હાર જી.
બાજે તૂરા બીના તંબૂરે 'ને મધરા બોલે મોર;
જાણવું હો તો કરો તે દેશ જૈં સહવાસ જી.
ક્રોધ,મત્સર,મોહ,માયામાં લપેટાઈ જઈ;
વેડફો છો શાને ! મોંઘામૂલા આ છે શ્વાસ જી.
કોટિ કોટિ વંદુ મારા સદગુરૂને કે 'વિજય';
લીધો એવો ઝાલી કે પળમાં કીધો છે પીર જી.
_________વિજયકુમાર જાદવ___________
૧૫/૧૨/૨૦૨૦