રૂપની રાણી કહું કે પરી કહું તને,
તને નીરખી દિલમાં કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
ગોળ મસાલા ઢોસા જેવું મુખડું,
પાણી પુરી જેવી આંખો જોઈને કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
મન્ચુરિયન જેવી મીઠાસ ચોકલેટી લાગે,
પનીર ટીકા જેવા દાંત જોઈને કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
ગુલાબ જાંબુ જેવું નીતરતું જોબન,
પીઝા જેવી વાનગી જોઈને કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
સૂરજમુખી જેવો છોડ સોનેરી લાગે,
રવિરાજ સાથે હરીફાઈ જોઈ કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
આઈસ્ક્રીમ જેવી ઠંડી લાગે તારી લાગણી,
બરફીનાં ચોસલા જેવા હોઠ જોઈને કંઈક થાય,
આ તો ખાલી વાત કરું છું... !?.
શિખંડ તો શિયાળામાં ખવાય નહીં,
કાજુ કતરી જેવા નેણ નીરખી કંઈક થાય,
અઝીઝ આ તો ખાલી વાત કરું છું... !?.
ભાટી એન અઝીઝ
15/12/20