થાય સમયે કામ અને નિષ્ઠા પણ જળવાય,
વિચાર આ આખરી શ્વાસ સુધી સચવાય.
નફરત માનવ માનવ વચ્ચે રહે ના કદીયે,
લાગણી, પ્રેમના હવે તો નિત ગીત ગવાય.
દરદ , દરદ ને દરદ ભલે આ જગે કળાય,
પણ છતાં સૌને આ જગે સસ્મિત મળાય.
વાતચીતમાં સદાય હવે વિવેક મળતો રહે,
ને મોટેરાંઓની તો હર હમેંશ શરમ રખાય.
કામ આવે અહીં સૌ હવે એકબીજાને કાયમ,
પછી જુઓ આ માણસ જાત સવાઇ ગણાય.
"નીલ"