શા માટે કોઈ ખભાની જરૂર પડે?
શા માટે કોઈ ખોળા ની જરૂર પડે?
જીવંત પર્યંત.....???
ખોળા માં તો બાળપણ વિતાવવાનું હોય....
ને ખભે તો જનાજો નીકળે.....
તો બાકી રહેલા જીવન ને બીજા નો આધાર લઈ શા માટે વ્યતીત કરવું???.....
મળેલું જીવન ઈશ્વરની અને આપણા કર્મો ની દેણ છે...
તો શા માટે બીજા ને પોતાનું જીવન ગણવું....??
શું પોતાનું જીવન જીવવા નો સમય પૂરતો મળી રહે છે?
શું પોતાની સાથે બેસી ને આત્મ વિશ્લેષણ કરવાનો સમય પૂરતો મળે છે?
પોતાને પહેલા મહત્વ આપવું જોઈએ....
બીજા ને ખુશ રાખવામાં શું પોતાને આનંદ ચોક્કસ થી મળી રહે છે?
જો મળતો હોય તો સારું ,
પણ ના મળે અને ખાલી સ્વચ્છંદતા જ હોય તો એ બધાથી દૂર રહેવા માં જ સારું....
હા, જીવવા માટે આધાર જોઈએ ,એવો આધાર જે નિરાધાર ના કરે....
એનો અર્થ એવો તો નથી કે, કોઈ ને આધાર બનાવી પોતાના મન અને હૃદયને નબળા કરી લેવા....
-@nugami.