શબ્દ ભાવમય વિહરે, ત્યાં જ કવિતા,
પ્રાણનો ઉદભવે સાર , ત્યાં જ સવિતા.
પ્રાકૃતિક તાલ મિલાવી, ત્રિગુણાત્મક,
જિજિવિષા સ્વભાવે, ત્યાં જ મનિષા.
લાલિત્ય પૂર્ણ આભા ,ચંદ્ર તણી વધઘટ,
ભગિની ભાવે મળી છે, ત્યાં જ લલિતા.
પરસ્પર સહયોગે છે, વળગી સ્નેહ વેલી,
સંબંધો નો સથવારો છે , ત્યાં જ વનિતા.
શરણાગતિ સ્વીકારી, કરે પુરુષાર્થ જોને,
પ્રાપ્ત થાય છે માનવોને , ત્યાં જ ઈશિતા.
-મોહનભાઈ આનંદ