અડધા ખુલ્લા દરવાજામાંથી...
મારી આંખમાં ઉતરી આવેલા...
સાંજના સુના આકાશને...
તાજા સ્વપ્નના રંગથી ભરવાની...
હજુ કોશિશ કરું છું ત્યાં તો...
આધી આવવાનો અણસાર થયો...
અચાનક એકલતાના વાદળ ઘેરાયા...
ખાલીપાની ડમરીઓ ઉઠી...
અંતર ...આંખો... ને દિમાગમાં
અટવાયેલા અહેસાસ મૂંઝાયા...
વેદનાના વાદળ ઘેરાયા...
પછી તો...
ઘનઘોર અંધારૂ છવાયું..
ખાલીપાનો ખડખડાટ...
ગમ ગાજવીજ....
ધોધમાર વરસાદ....
સંયમ સાથેના સગપણ તુટી ગયા....
પાંપણે બાંધેલા બંધ તૂટી ગયા....
બધું જ જળબંબાકાર....
ત્યાં દૂર તારી યાદો નો દીવો ટમટમ્યો...
ને પછી જોયું તો ...
હૃદય હલકું....
ખુલ્લું આકાશ....
કોણ જાણે પ્રેમ કરવાની ઈચ્છા ફળી...
રાત આખી જાગવા ની પરવાનગી મળી...
આંખને ઉજાગરા સાથે સમર્પણ બંધાયું...
આંસુઓને પણ નવા સંકલ્પ ની આશા મળી..
બધે જ ઉજાસ ઉજાસ...
નિરવ "શાંતિ"