ખાટી-મીઠી ગોળીઓ ને મીઠી મધુર વાતો
કેટલી સુંદર હતી એ બાળપણની યાદો...
યાદ છે બધાને? પાંચ પૈસા, દસ પૈસા અને વીસ પૈસા લઈને વાપરતા ,પચ્ચીસ પૈસાની પાંચ રંગબેરંગી ગોળીઓ આવતી એમાં પણ મિત્રો સાથે વહેંચી ને હોંશે હોંશે ખાતાં આપણે...
બરફ નો એ ખાટો-મીઠો ગોળો જેમાં આપણે ફરીથી કલર
નખાવીને ખાતાં,આંબલી, બોર , કોઠું ને લીલી વરીયાળી.
કેટલા મજાના એ મહોલ્લા ને શેરી હતા, ઘર નાના ભલે હોય પણ મન મોટાં હતા,ન ચાલાકી ન શાણપણ કે કોઈ હોંશિયારી હતી કેટલું સુંદર એ બાળપણ હતું...🙂
#shabdbhavna