આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
બાળપણ મારૂં વીત્યું જ્યાં, ભાઈ-ભાંડુ સંગ રમ્યા ત્યાં.
ટહુકતી હતી રોજે સાંજ, અમ દોસ્તોની ટોળકી ત્યાં.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
હોય જ્યારે કોઈ તહેવાર, હોળી- દિવાળી- નવરાત નવેલી.
સજતી મારી આખી શેરી, લાગતી જાણે દુલ્હન સજેલી.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
તાપણા તપતા હોળીમાં, જાગતાં સૌ કોઈ આખી રાત.
રંગની છોળો ઊડતી શેરીમાં, રંગતા સૌ કોઈ ભૂલી જાત.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
નવરાત્રી તો થાતી ખાસ, શક્તિની ભક્તિના વિશ્વાસ.
કુમળી બાળા લેતી રાસ, રમતી માઁ પર રાખી આશ.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
ફટાકડાં ફોડતાં તડામાર, કેવાં કેવાં પ્રયોગો થકી.
ઝગમગી ઊઠતી આખી શેરી, દિવાળીનાં દીવા થકી.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
સાલ મુબારક કહેવાને, એકબીજાને ઘરે જતાં.
રામ-રામ કહેતાં, શુભકામના દેતાં, વડીલોને પગે લાગતાં.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
યાદ આવે મને આજે પણ, વીતાવ્યું મેં જ્યાં નાનપણ.
આહાહા...મારી શેરી..કેવી મજાની મારી શેરી!
©✍️- ખ્યાતિ સોની "લાડુ"
૧૪/૧૨/૨૦૨૦