Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*"કલાપી ખંડ કાવ્ય, ગ્રામ્યમાતા"*

નિર્માતા: દર્શન વેવ્ઝ એન્ડ વિઝન- રાજેશ પટેલ...

સંગીત: સુરેશ જોશી.
સ્વર : રેખા ત્રિવેદી, સુરેશ જોશી અને કોરસ..

આલ્બમ : આપની યાદી...

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો પૂર્વ માં ;
ભૂરું છે,,નભ સ્વચ્છ સ્વચ્છ , દીસતી એકે નથી વાદળી :
ઠંડો હિમભર્યો વહે અનીલ શો ઉત્સાહ ને પ્રેરતો ;
જે ઉત્સાહ ભરી દીસે શુક ઉડી,,ગાતા મીઠા ગીતડાં ;
*
મધુર સમયે તેવે ખેતરે શેલડીના .
રમત કૃષિવલોના બાલ નાના કરે છે .
કમલવત ગણીને બાલ ના ગાલ રાતા ;
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે .
*
વૃદ્ધ માતા અને તાત : તાપે છે સગડી કરી ;
અહો કેવું સુખી જોડું વિધાતાએ નીર્મ્યુદીસે !!
*
ત્યાં ધૂળ દુર નજરે ઉડતી પડે છે ,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને :
તે અશ્વ ને કુતુહલે સહુ બાલ જોતા:
*
ધીમે ઉઠી શીથીલ કરને નેત્ર ની પાસ રાખી;
વૃધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે :
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહી ને ;
જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે :
*
ત્યાં તો આવી પહોંચ્યો ,એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ ' કહી ઉભો :
*
લાગી છે મુજને તૃષા , જલ જરી દે તું મને બોલીને ;
અશ્વે થી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ :
મીઠો છે રસ ભાઈ!! શેલડી તણો એવું દયાથી કહી ;
માતા ચાલી યુવાનને લઇ ગઈ જ્યાં છે ,ઉભી શેલડી :
*
પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા
છુરી વતી જરીક કાતળી એક કાપી ;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્રદેવા:
ને કંઈ વિચાર કરતો, નર તે ગયો પી ..
*
બીજું પ્યાલું ભરી દે ને , હજુ છે મુજ ને તૃષા ;
કહીને પાત્ર યુવાને માતાના કર માં ધર્યું:
*
કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની ;
એકે બિંદુ પણ રસ તણું , કેમ હાવાં પડે ના??
શું કોપ્યો કે પ્રભુ મુજ પરે ? આંખમાં આંસુ લાવી ;
બોલી માંતા વળી ફરી છુરી ભોંકતી શેલડી માં :
*
રસહીન ધરા થઈ છે ,, દયાહીન થયો નૃપ ;
નહિ તો ના બને આવું , બોલી માતા ફરી રડી ..
*
એવું યુવાન સુણતા ચમકી ગયો ને ;
માતા તણે પગ પડી ઉઠીને કહે છે :
એ હુંજ છું નૃપ મને કર માફ,, બાઈ ;
એ હુંજ છું નૃપ ,, મને કર માફ ઈશ !!
*
પીતો'તો રસ મિષ્ટ હું , અરે ત્યારે જ ધાર્યું હતું :
આ લોકો સૌ દ્રવ્યવાન નકી છે ,એવી ધરા છે અહી ;
છે તોય મુજ ભાગ કઈ નહિ સમો , તે હું ના ધારું હવે:
શા માંટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસે થી લેવું નહિ ?
*
રસે હવે દે ભરી પાત્ર,,બાઈ !
પ્રભુકૃપા એ નક્કી એ ભરાશે ;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ ,
તમારી તો આશિષ માત્ર માંગું :
*
પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા ;
છુરી વતી જરી જ કાતળી એક કાપી :
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા ;
બ્હોળો વહે રસ, અહો!! છલકાવી પ્યાલું !! - #કલાપી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111626907
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now