અરીસા સામે હું દેખાતો નથી,
લાગણીમાંય હું દેખાતો નથી.
નામશેષ થઈ ગયું મારું સરનામું,
ટપાલી આવતો દેખાતો નથી.
લખી લખી સાહી ખૂટી ગઈ છે,
હવે તો કાગળમાં અક્ષર દેખાતો નથી.
વિચારનો વડલો વાવીને રાખ્યો છે,
કોયલનો કાળો ટહુકો દેખાતો નથી.
નિત્ય આવી વીલા મોંએ પાછો જાવ,
અઝીઝને વરતારો સારો દેખાતો નથી.
ભાટી એન અઝીઝ
14/12/2020