*ગઝલ ~ લોબાન જેવું છે..*
તારું અહીં હોવું સદા પ્રદાન જેવું છે,
ઈશ્વરી કોઈ અનુપમ દાન જેવુ છે.
જિંદગીમાં દુઃખ વગર હવે શું છે બાકી;
શ્વાસનું હોવું સતત આહ્વાન જેવું છે.
હું તો છપ્પનભોગ ક્યારે નહિ ધરું તમને;
બારણે બાળક ઊભું ભગવાન જેવું છે.
ઝાંખી તારી મેં કરી જો તેજ લીસોટે,
વીજ ક્ષણભર ચમકી, અંતર્ધ્યાન જેવું છે.
કોઈ શ્રદ્ધા પ્રજ્વલે દિલમાં *દિલીપ* કાયમ,
સાંઈજી, અસ્તિત્વ તો લોબાન જેવું છે.
*-દિલીપ વી ઘાસવાલા*