દિલ પર દસ્તક દઈ જતા રેશો નોતી ખબર,
આંખોમાં કામણ પાથરી જતા રેશો નોતી ખબર.
સોનેરી સપનાની પથારી કરી રાખી હતી,
રાતને દિવસ કરી જતા રેશો નોતી ખબર.
તમારો ઇન્તજાર કરી આંખો ફોડી નાખી,
પ્રેમપંથ આંધળો કરી જતા રેશો નોતી ખબર.
તમારા દર્શન કરવા મનમંદિર સજાવી રાખ્યું,
સૂરજમુખી ફૂલની સેજ ઠુકરાવી જશો નોતી ખબર.
સત્ય નિષ્ઠા રાખી તમારી રાહ પર ચાલતો રહીશ,
અઝીઝની કવિતા અમૃત બની જશો નોતી ખબર.
ભાટી એન અઝીઝ
14/12/20