*શીર્ષક :-* ...ઉઠે
*પ્રકાર :-*મૌલિક
➖➖➖➖➖➖➖➖➖
રૂડો હોય આવકાર,
આગણું શોભી ઉઠે.
નિષ્ઠા રખાય હમેંશ,
કાર્ય બધાં દીપી ઉઠે.
હોય ઉમંગ પળે પળ,
જીવનગીત ગુંજી ઉઠે.
શ્રદ્ધા સાચી હો મનમાં,
મૂરત પણ જીવી ઉઠે.
ને લાગણીભર્યું મળે કો',
ઉર તો કેવુ! નાચી ઉઠે.
➖➖➖➖➖➖➖➖➖
*નામ :-*નિલેશ બગથરિયા