અમારે ક્યાં તમારી જેમ છે આરામનો માહોલ,
અમે તો હેલ્થ વર્કર તો અમારે કામનો માહોલ.
તમે થનગન કરો ઓળંગવા રક્ષિત રેખાને
અમારે હર તરફ કેવળ રહ્યો સંગ્રામનો માહોલ.
તમે ઘરમાં રહી કરશો કવિતા ફેસબુક લાઈવ
અમે રચશું મરીઝ સાથે રહી બેફામનો માહોલ
અમારે પણ સમય તો ગાળવો છે ફેમિલીની સાથ
અમોને આપ જેવો ક્યાં મળે વિશ્રામનો માહોલ
સટોસટ જીવ સાથે ખેલ ખેલે છે મહામારી
અમારો યત્ન કે કરવો યથાવત્ ગામનો માહોલ
ફરજ પર જોખમો છે તોય સહુ દિલથી બજાવે છે
વિના પરવા કર્યે કેવો હશે અંજામનો માહોલ
#coronaWorrier