બંધ મુઠ્ઠી એટલી નાદાન છે શું.
ખૂલવું ક્યારે નું એને ભાન છે શું.
વાત ઘરની આંગણાં લગ કેમ પહોંચી.
હેં રખેને ભીંતને પણ કાન છે શું.
અશ્રુ માટે આંખ હૈયું એક છે તો.
કોઈ ઘટના એ વિશે અન્જાન છે શું.
સાવ ખોટા દાવ નાખ્યે જાય અલ્યા.
આદમી પણ તું વળી ઈન્સાન છે શું.
એક ડૂમો તાલ આપે કંઠને જો.
એ ય તારાં ગાનની યે તાન છે શું.
તુચ્છ બીજાંને ગણે એ ઠીક તો નહીં.
જો ગણે મોટો જ તો તું મહાન છે શું.
હા ભલે ચૂકાય તીર તાક્યું.
સાવ નીચું આંખનું નિશાન છે શું.
-