દેખાવમાં તો મળી જ જશે મકાન મારા જેવું
પણ
આવું ઘર ક્યાંથી લાવીશ......?
મળી તો જશે મીત્રો તને હજાર મારા જેવા
પણ
એ સાથ નો અહેસાસ ક્યાંથી લાવીશ....?
મળી તો જશે જીંદગી તને મારા જેવી
પણ
આવો હમસફર ક્યાંથી લાવીશ.....?
થઈ તો જશે પસાર તું આ ગલીઓ માંથી
પણ
પેલો ઝરૂખો ક્યાંથી લાવીશ....?
મળી તો જશે મારા જેવા હજારો ફુલો
પણ
એ... માળા માટે ધાગો ક્યાંથી લાવીશ....?
પલળી તો જશે આ કમૌસમી વરસાદ માં
પણ
ભીંજવવા ને ઈ હેલી ક્યાંથી લાવીશ....?
મળી તો જશે હજારો ની ભીડ તને આ સંસારમાં
પણ
સાથે બેસીને જીંદગી ની એ ક્ષણો ક્યાંથી લાવીશ...?
-Krishvi