તુ જ મારી સાંજ ને તુ જ મારી સવાર છે.
તુ જ મારો સ્નેહ ને તુ જ મારો શણગાર છે.
તુ જ મારી નૈયા ને તુ જ મારી પતવાર છે.
તુ જ મારી કાળજી ને તુ જ મારી દરકાર છે.
તુ જ મારી સમજ ને તુ જ મારો નવસાર છે.
તુ જ મારી દ્વારિકા ને તુ જ મારો દરબાર છે.
તુ જ મારુ શાસન ને તુ જ મારી સરકાર છે.
તુ જ મારી શ્રદ્ધા ને તુ જ મારો સથવાર છે.
તુ જ મારુ હૃદય ને તુ જ મારો ધબકાર છે.
તુ જ મારુ અગમ ને તુ જ નિગમનો અણસાર છે.
-Daxa Parmar Zankhna.