"કોરોના કાળમાં ......બાળક નું ભણતર"
કોરોના કોરોના હવે તો કોરોના કાળમાં,
ભણે મારુ બાળક હવે તો મોબાઈલમાં.
પહેલા તો સ્કૂલના લેક્ચર માં એન્ટર થાય,
હાજરી પૂરે ટીચર એના માસ્ટર માં
પછી ટીચર સ્ક્રીન શેર કરે એની એપમાં
બાળકનાવીડિયોને વોઇસ મ્યુટ થાય એની એપમાં,
ટીચર તો બોલે ને ભણાવેને લખાવે એના તાનમાં,
બાળક મોબાઈલ ગેમ રમે એના ગુલતાન મા.
શિક્ષક નો તાસ પૂરો થાય સંતોષ એના મનમાં,
બાળક અને માતા પિતા ની સમજદારી હવે એની જ પરિભાષામાં.
એમ આજે પૂરા થાય બધા તાસો તમામ વિષયના,
પરીક્ષા પધ્ધતિ આવી એ પણ હવે ઓનલાઈન માં.
ખુલ્લી ચોપડી એ દઈ પરીક્ષા હરખાઈ એ સાન માં,
પણ એને ક્યાં ખબર છે વર્ષ આખું ગયુ એને સમજાવવામાં.
ભણાવીને લેતા આ પરીક્ષા ટીચરો એની સ્કૂલમાં,
જીવનમા તો કોરોના એ તો ભણાવી દીધુ બધુ લૉકડાઉન માં.