Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીલો પીળો દુપટો ઓઢી આવશે તોય ફાવશે,
પીળું પાનેતર ઓઢી આવશે તોય ફાવશે.

મખમલી ચહેરામાં પૂનમનો ચાંદ છુપાયો છે,
ધોમધખતા સૂરજને ઓઢી આવશે તોય ફાવશે.

ડમરી ઉડીને ધૂળનો વંટોળિયો ગોળ ચક્કર ફરે છે,
સજની રેતાળ પ્રદેશથી આવશે તોય ફાવશે.

પથરાળ ડુંગરા વીંધી ટંગલી ટોચે ચડી જોવ છું,
ગિરનારની ગાળી વીંધી આવશે તોય ફાવશે.

ફૂલોની દુનિયામાં ખુબ સુરત ચહેરો જોવો ગમે છે,
અઝીઝ માટે સૂરજમુખી લઈ આવશે તોય ફાવશે.

ભાટી એન અઝીઝ
13/12/20

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111626315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now