*આવે મોજ તો બની બાળક ઘડીક રમી લેવાય,*
*સમય કાઢી 'મા' પાસે બેસી કદીક જમી લેવાય.*
*આપે કડવા ઠપકા એમનો આશય સારો હોય છે,*
*વડીલોના કડવા વચન પણ કદીક ખમી લેવાય.*
*ચિંતા કરવી, શરીર માટે ઉધઇ સમાન છે, ભયલા,*
*સંઘરી રાખવુ કરતા ખૂણે બેસી ઘડીક રડી લેવાય.*
*કામ ના હોય તો પડ્યા ના રો આળહૂ સરદાર,*
*મનને રાખવા ફ્રેશ થોડુક રોજે રોજ ભમી લેવાય.*
*આશીર્વાદ મળે માવતરના તો થઈ જાય બેડો પાર,*
*માની ભગવાન એમના પગે પડી કદીક નમી લેવાય.*
।। જય સીયારામ।।